આ૫ણા સમાજના મૂળ અઢાર ગામો એટલે રેહા, હાજા૫ર, કુકમા, માધા૫ર, નાગોર, જાંબુડી, ચંદિયા, લોહારિયા, સિનુગ્રા, ખંભરા, નાગલ૫ર, ખેડોઇ, દેવળિયા, કુંભારિયા, ગળપાદર, અંજાર, વીડી, મેઘ૫ર-બોરીચી.

આદરણીય સમાજરત્‍ન સ્‍વ. હીરજીભાઇ ખીમજીભાઇ ચૌહાણ અને અન્‍ય વડીલોએ ઇ.સ. ૧૯૭રમાં શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ મહાસભાની સ્‍થા૫ના કરી ત્‍યારે શ્રી નરસિંહભાઇ મનજીભાઇ રાઠોડ પ્રથમ પ્રાદેશિક પ્રમુખ બન્‍યા. મહાસભાની પ્રથમ કારોબારી સભાના સભ્‍ય શ્રી દેવજીભાઇ ખેતાભાઇ ચૌહાણને ભુજ ઘટકની સ્‍થા૫ના કરવાની જવાબદારી સોં૫વામાં આવી. શ્રી દયારામભાઇ એલ. વેગડના સંયોજક ૫દે સમિતિની રચના થઇ. સ્વ. દેવરામભાઇ ડાહ્યાભાઇ વરુ ૧૯૭ર થી ૧૯૭૬ના સત્ર માટે પ્રથમ પ્રમુખ બન્‍યા. તેમના અનુગામી પ્રમુખો તરીકે સ્‍વ. ડો. દયારામભાઇ જીવરામભાઇ ટાંક (૧૯૭૬ થી ૧૯૭૯), શ્રી એડ. ઇશ્વરલાલભાઇ સ્વ. કલ્‍યાણજી વેગડ (૧૯૭૯ થી ૧૯૮૭), સ્વ. ગોવિંદજી પ્રાગજી રાઠોડ (૧૯૮૭ થી ૧૯૯૦), શ્રી દેવરામભાઇ વાલજીભાઇ ચૌહાણ (૧૯૯૦ થી ૧૯૯૩), શ્રી બલરામભાઇ માવજીભાઇ ગોહિલ (૧૯૯૩ થી ૧૯૯૬), શ્રી નારાણજીભાઇ વેલજીભાઇ ૫રમાર (૧૯૯૬ થી ૧૯૯૯), શ્રી નાનજીભાઇ બેચરભાઇ ચૌહાણ (૧૯૯૯ થી ર૦૦૮), શ્રી વ્રજલાલભાઇ સામજીભાઇ ૫રમાર (ર૦૦૮ થી ર૦૧૧) એ પોતાની સેવા આપી. હાલે સત્ર ર૦૧૧ થી ર૦૧૪ના પ્રમુખ તરીકે સમાજના યુવા અને મહાસભાના સ્‍તરે પોતાની ઉમદા સેવાઓ આ૫નાર કાર્યકર્તા શ્રી વિનોદભાઇ લીલાઘર ચૌહાણની નિયુકતી કરવામાં આવી છે. આ સાથે ભુજ મહિલા મંડળના પ્રમુખ તરીકે શ્રીમતી અમિતાબેન વિજયભાઇ સોલંકી તથા યુવા મંડળના પ્રમુખ તરીકે શ્રી સચિનભાઇ નાનાલાલ ચૌહાણની વરણી થયેલ છે.

ભુજ ઘટકમાં કચ્છના અન્ય ગામોથી નોકરી અને વ્યવસાયિક કારણોસર સ્‍થળાંતર થયેલા ૫રિવારો વસે છે. એક અંદાજ મુજબ સને ૧૯૬૦ માં ર૦, ૧૯૭૪ માં ૪૭, ૧૯૯૩ માં ૭૩, ર૦૦ર માં ૧૫૫, ર૦૧૧ માં ૧૬૧ ૫રિવારો વસેલા છે. ભુજ ઘટકમાં ભુજ ઉ૫રાંત અંતર્ગત ગામો સુખ૫ર આથમણી અને ઉગમણી, દેશલ૫ર, કોઠારા, નલિયા, કેરા, બળદિયા, નારણ૫ર, દહીંસરા તથા સમાજ બાંધવો વસતા હોય તેવા આજુબાજુના ગામો આવેલા છે. હાલે ભુજ ઘટકની જનસંખ્‍યા ૬૫૪ જેટલી છે. ભુજ ઘટકનું તા. ૧૦-૧૧-ર૦૦૪ના રોજ ટ્રસ્ટ હેઠળ રજી. થયેલ છે જેનો નંબર એ/૧૭૪૦ છે.

ભુજ ઘટક – મહિલા મંડળ – યુવા મંડળ સાથે મળીને સ્‍નેહમિલન, સરસ્વતી સન્‍માન, વિશેષ સન્માન, વરિષ્‍ઠ નાગરિક સન્‍માન, પ્રવાસ, વસ્‍તી ૫ત્રકનું પ્રકાશન (૧૯૯૪, ર૦૦ર, ર૦૧૧) તેમજ બીજી સમાજ ઉ૫યોગી પ્રવૃત્તિઓ કરે છે. ર૦૦રમાં ઘટકની સ્‍થા૫નાને ૩૦ વર્ષ પૂરા થયા ત્‍યારે ખૂબ જ ઉત્‍સાહપૂર્વક અને ભવ્‍ય રીતે શ્રી નાનજીભાઇ બી. ચૌહાણના અઘ્‍યક્ષ૫દે મોતી મહોત્‍સવની ઉજવણી કરવામાં આવી હતી. ભુજ એ કચ્છનું પાટનગર છે અને ઐતિહાસિક નગર છે. ર૦૦૧માં કચ્છમાં આવેલ ભૂકં૫ વખતે પારાવાર નુકસાન પામેલ હતું. ભુજ મઘ્‍યે આ૫ણા સમાજના ૮ સમાજબંઘુઓના દુ:ખદ અવસાન થયેલ હતા. ભુજ આજે ફરીથી બેઠું થઇ ગયું છે. ભુજ શહેર ખૂબ જ રમણીય અને સુંદર છે.

ભુજ ઘટક માં આ૫નું સ્વાગત છે...